સંજીવ કપૂર દ્વારા
બ્લૂબેરી અને કીનોઆનું સલાડ
વાનગી વિશે
કરકરાં શાકભાજી, સુગંધિત પાન, નૂડલ્સ અને અમેરિકન બ્લૂબેરીથી ભરેલો તાજો, હલકો અને સ્વાદિષ્ટ રોલ. તેને અમેરિકન બ્લૂબેરીના સૉસ સાથે પીરસો. સ્ટાર્ટર, હલકા બપોરના ભોજન કે નાસ્તા માટે સરસ છે.
૨ વ્યક્તિ માટે
સામગ્રી
- ½ કપ અમેરિકન સૂકી બ્લૂબેરી
- ૧½ કપ બાફેલા સફેદ કીનોઆ
- ૧ મધ્યમ ઇંગ્લિશ કાકડી, સ્લાઇસમાં કાપેલી
- ૨થી ૩ લાલ મૂળા, સ્લાઇસમાં કાપેલા
- ૧ મધ્યમ પીળું શિમલા મરચું, બી કાઢી ત્રિકોણમાં કાપેલું
- ડ્રેસિંગ
- ૧½ મોટી ચમચી લીંબુનો રસ
- ૩ મોટી ચમચી એક્સ્ટ્રા વર્જિન ઓલિવ તેલ
- સ્વાદ મુજબ મીઠું
- સ્વાદ મુજબ વાટેલાં કાળાં મરી
- ૧½ મોટી ચમચી મધ
- ૨ નાની ચમચી રાઈની પેસ્ટ
- સજાવટ માટે માઇક્રોગ્રીન્સ
બનાવવાની રીત
- બાઉલમાં સૂકી અમેરિકન બ્લૂબેરી, કીનોઆ, ઇંગ્લિશ કાકડી, મૂળા અને પીળું શિમલા મરચું ભેળવો.
- ડ્રેસિંગ માટે કાચની નાની બરણીમાં લીંબુનો રસ લો. એક્સ્ટ્રા વર્જિન ઓલિવ તેલ, મીઠું, વાટેલાં કાળાં મરી, મધ અને રાઈની પેસ્ટ ઉમેરો. ઢાંકણ બંધ કરી સારી રીતે હલાવો.
- કીનોઆના મિશ્રણમાં ડ્રેસિંગ ઉમેરી સારી રીતે ભેળવો.
- પીરસવાના બાઉલમાં કાઢો, માઇક્રોગ્રીન્સથી સજાવો અને પીરસો.
Blueberries have been a part of North American food and medicine traditions for centuries.
અમારો સંપર્ક કરો
rajkapoor@usblueberry.in
અમને ઈમેઇલ કરો:
જી૨, ટાવર ૯, આમ્રપાલી ગ્રાન્ડ, ગ્રેટર નોઇડા – ૨૦૧૩૦૮, દિલ્હી એનસીઆર
સ્થળ:
+91-9810158318
ફોન:

