સંજીવ કપૂર દ્વારા
બ્લૂબેરી ક્રમ્બલ ચીઝકેક
વાનગી વિશે
કરકરાં શાકભાજી, સુગંધિત પાન, નૂડલ્સ અને અમેરિકન બ્લૂબેરીથી ભરેલો તાજો, હલકો અને સ્વાદિષ્ટ રોલ. તેને અમેરિકન બ્લૂબેરીના સૉસ સાથે પીરસો. સ્ટાર્ટર, હલકા બપોરના ભોજન કે નાસ્તા માટે સરસ છે.
૨ વ્યક્તિ માટે
સામગ્રી
- બિસ્કિટનું પડ
- ૧૨૫ ગ્રામ ડાઇજેસ્ટિવ બિસ્કિટ
- ૧ મોટી ચમચી ઝીણી ખાંડ
- ૨થી ૩ મોટી ચમચી ઓગાળેલું માખણ
- બ્લૂબેરીનું મિશ્રણ
- ૧ કપ ફ્રોઝન અમેરિકન બ્લૂબેરી
- ½ મોટી ચમચી ઝીણી ખાંડ
- ½ મોટી ચમચી મેંદો
- ½ લીંબુનો રસ
- ચીઝકેકનું મિશ્રણ
- ૩૫૦ ગ્રામ ક્રીમ ચીઝ
- ½ કપ ઝીણી ખાંડ
- ૧૦૦ ગ્રામ સાઉર ક્રીમ
- ¾ મોટી ચમચી કૉર્નફ્લોર
- ૧ નાની ચમચી વૅનિલાનો અર્ક
- ૨ ઈંડાં
- ક્રમ્બલ
- ⅓ કપ મેંદો
- ૨½ મોટી ચમચી બ્રાઉન શુગર
- ૨ મોટી ચમચી ફ્રોઝન માખણ
- ½ કપ અમેરિકન સૂકી બ્લૂબેરી
બનાવવાની રીત
- ઓવનને ૧૮૦°C પર અગાઉથી ગરમ કરો. ડાઇજેસ્ટિવ બિસ્કિટ અને ખાંડ ફૂડ પ્રોસેસરમાં અધકચરાં પીસો. બાઉલમાં કાઢી ઓગાળેલું માખણ ઉમેરી ભેળવો. છૂટા તળિયાવાળા કેક ટીનના તળિયે મિશ્રણ પાથરી સારી રીતે દબાવો.
- અગાઉથી ગરમ કરેલા ઓવનમાં ૮ મિનિટ બેક કરો. સંપૂર્ણ ઠંડું થવા દો.
- બ્લૂબેરીના મિશ્રણ માટે બાઉલમાં ફ્રોઝન અમેરિકન બ્લૂબેરી, ઝીણી ખાંડ, મેંદો અને લીંબુનો રસ ભેળવો.
- ચીઝકેકના મિશ્રણ માટે ક્રીમ ચીઝ અને ઝીણી ખાંડને ઇલેક્ટ્રિક બીટરથી ખાંડ ઓગળે ત્યાં સુધી ફેંટો.
- સાઉર ક્રીમ, કૉર્નફ્લોર, વૅનિલાનો અર્ક અને ઈંડાં ઉમેરી સરખું ભળી જાય ત્યાં સુધી ફેંટો.
- ક્રમ્બલ માટે બાઉલમાં મેંદો અને બ્રાઉન શુગર ભેળવો. માખણ ઉમેરી બ્રેડના ભૂકા જેવું થાય ત્યાં સુધી હળવે હાથે ભેળવો. સૂકી અમેરિકન બ્લૂબેરી ઉમેરી સારી રીતે ભેળવો.
- બિસ્કિટના પડ પર ચીઝકેકનું મિશ્રણ રેડો અને ઉપર બ્લૂબેરીનું મિશ્રણ સરખું ફેલાવો.
- છેલ્લે ક્રમ્બલનું મિશ્રણ ભભરાવી એલ્યુમિનિયમ ફોઇલથી ઢાંકો.
- ટીનને પાણી ભરેલી બેકિંગ ટ્રેમાં મૂકી ૧ કલાક બેક કરો. ફોઇલ કાઢીને વધુ ૨૦ મિનિટ બેક કરો.
- સંપૂર્ણ ઠંડું થવા દો અને ૩થી ૪ કલાક ફ્રિજમાં રાખો.
- ટીનમાંથી કાઢો, ત્રિકોણ ટુકડા કરો અને ઠંડું પીરસો.
Blueberries have been a part of North American food and medicine traditions for centuries.
અમારો સંપર્ક કરો
rajkapoor@usblueberry.in
અમને ઈમેઇલ કરો:
જી૨, ટાવર ૯, આમ્રપાલી ગ્રાન્ડ, ગ્રેટર નોઇડા – ૨૦૧૩૦૮, દિલ્હી એનસીઆર
સ્થળ:
+91-9810158318
ફોન:

