સંજીવ કપૂર દ્વારા
અરુગુલા અને બ્લૂબેરી સાથે અવોકાડો ટોસ્ટ
વાનગી વિશે
કરકરાં શાકભાજી, સુગંધિત પાન, નૂડલ્સ અને અમેરિકન બ્લૂબેરીથી ભરેલો તાજો, હલકો અને સ્વાદિષ્ટ રોલ. તેને અમેરિકન બ્લૂબેરીના સૉસ સાથે પીરસો. સ્ટાર્ટર, હલકા બપોરના ભોજન કે નાસ્તા માટે સરસ છે.
૨ વ્યક્તિ માટે
સામગ્રી
- ૨ મધ્યમ કદનાં અવોકાડો
- ટોસ્ટ કરેલી સારડોઉ બ્રેડની ૪ સ્લાઇસ
- જરૂર મુજબ અરુગુલાનાં પાન
- ½ કપ બ્લૂબેરીની ચટણી
- સ્વાદ મુજબ મીઠું
- સ્વાદ મુજબ વાટેલાં કાળાં મરી
- ૨ ચાની ચમચી લીંબુનો રસ
- ¼ કપ ક્રીમ ચીઝ
- સજાવટ માટે માઇક્રોગ્રીન્સ
- સજાવટ માટે ખાવાલાયક ફૂલો
બનાવવાની રીત
- અવોકાડોને અડધાં કાપો, ઠળિયો અને છાલ કાઢો અને સ્લાઇસ કરો. મીઠું અને વાટેલાં મરી ભભરાવો, લીંબુનો રસ છાંટો અને બાજુએ રાખો.
- એક બાઉલમાં બ્લૂબેરીની ચટણી અને ક્રીમ ચીઝ ભેળવો.
- આ મિશ્રણ ટોસ્ટ કરેલી સારડોઉ બ્રેડ પર સરખું લગાવો અને ઉપર અરુગુલાનાં પાન ગોઠવો.
- દરેક બ્રેડની સ્લાઇસ પર અવોકાડોની સ્લાઇસ ગોઠવો, માઇક્રોગ્રીન્સ અને ખાવાલાયક ફૂલોથી સજાવો અને પીરસો.
Blueberries have been a part of North American food and medicine traditions for centuries.
અમારો સંપર્ક કરો
rajkapoor@usblueberry.in
અમને ઈમેઇલ કરો:
જી૨, ટાવર ૯, આમ્રપાલી ગ્રાન્ડ, ગ્રેટર નોઇડા – ૨૦૧૩૦૮, દિલ્હી એનસીઆર
સ્થળ:
+91-9810158318
ફોન:

